ખેડૂત અને જમીનદાર : થોડો સમય હોય તો ચોક્કસ વાંચજો આ , 110% દિલ ખુશ થઈ જશે તમારું !

COUPONCP
0
એક હતો ખેડૂત, એ પોતાનું જીવન એકદમ સારી રીતે જીવી રહ્યો હતો. એણે જે વાવ્યું હોય એ પાકના પૈસા મળે એટલે એ પૈસામાંથી ઘણી બધી વસ્તુઓ લેતો હતો. પણ એને પૈસા બચાવવાની ટેવ ન હતી, એના સિવાય એ પોતાના ભવિષ્ય માટે પણ કાંઈ વિચારતો નહિ અને એણે ભવિષ્ય માટે કોઈપણ ભંડોળ ભેગું કર્યું હતું નહિ.


સમય પસાર થતો ગયો અને એ ખેડૂતના લગ્ન થયા અને એને બાળકો પણ થયા, એના બાળકો પણ ધીમે ધીમે મોટા થવા માંડ્યા. જેમ જેમ એ બાળકો મોટા થવા લાગ્યા તો એમના ભણતરની જરૂરિયાત ઊભી થઈ, અને એ બાળકોના ભણતર માટે પૈસા ખર્ચ થવા માંડ્યા. સાથે જ એની એક દીકરીની ઉંમર તો હવે લગ્ન કરવા જેટલી થઇ ગઈ હતી.

પણ એ ખેડૂતે કંઈ પણ ભંડોળ ભેગું નહતું કર્યું, તો એ મૂંઝાયો અને તેને સમજાતું નહતું કે હવે તે કરશે શું ? આખરે તેણે ઘણું વિચાર્યા બાદ પોતાની જમીન વેચી દેવાનો નિર્ણય કરી લીધો.
 
માટે એ પોતાની જમીન વેચવા માટે એક જમીનદાર પાસે જાય છે અને એ જમીનદાર તેને એ જમીનની કિંમત પૂછે છે.

તો એ ખેડૂતે ઘણું વિચાર્યું અને કીધું કે આ જમીન હું તમને 5 લાખ રૂપિયામાં આપી દઈશ. આ સાંભળીને જમીનદાર પણ વિચારવા મંડ્યો.

એ જમીનદારને વિચારતો દેખીને ખેડૂતને એવું લાગે છે કે એ જમીનદાર મારી પાસેથી જમીન લેશે નહીં, અને એને એવું લાગ્યું એટલે તરત જ એણે કીધું કે જો તમે કહો તો હું તમને 5 લાખથી પણ ઓછા પણ ભાવમાં જમીન આપી દઈશ.

જમીનદાર વિચારતો હતો પણ ખેડૂત જે બોલ્યો એ પણ એણે સાંભળ્યું, અને ઘણું સમજી વિચારીને તે બોલ્યો કે તારી આ જમીનની કિંમત પાંચ લાખ નથી પણ 20 લાખ રૂપિયા છે, તો એટલે હું તને તારી જમીનના 20 લાખ રૂપિયા પુરા આપીશ. પણ એક શરત છે કે તારે મને એ વાત જણાવવી પડશે કે કેમ તું આ જમીનને આટલા સસ્તામાં વેચવા માટે તૈયાર થઇ ગયો?

તો ખેડૂત ભાવુક થઈ ગયો અને બોલ્યો મારા બાળકોના ભણતરનો ખર્ચ વધી રહ્યો છે અને મારે એક દીકરી પણ છે અને હવે એના લગ્ન પણ કરવાના છે. મેં મારી આખી જિંદગીમાં એવા ઘણા બધા ખર્ચાઓ કર્યા કે જેની કદાચ જરૂર હતી નહિ , પણ જો મેં એ પૈસા બચાવીને રાખ્યા હોત તો આજે મારે આ જમીન વેચવાનો વારો ના આવ્યો હોત. પણ ત્યારે એ બધી વસ્તુ નહતી સમજાતી અને હવે એ બધું સમજમાં આવે છે.

જયારે આ સાંભળ્યું તો જમીનદાર એકદમ સરળતાથી બોલ્યો આ તો એકદમ નાની સમસ્યા છે. આ બધા માટે તારે જમીન વેચવાની જરૂરત જ નથી. તું ફક્ત તારી દિકરીના લગ્નની તૈયારી કર. ગામડાના બધા લોકો ભેગા થઈને તારી દીકરીના લગ્ન માટે પૈસા ભેગા કરી લેશે અને તારા ખેતરમાં જે પાક વાવેલો છે એનાથી તું તારા બાળકોની ફી ભરી દેજે.

 
આ વાતથી આપણને ઘણા બધા બોધ શીખવા મળે છે, એક તો એ કે જિંદગીમાં કોઈ દિવસ ક્યારેય પણ કોઈની મજબૂરીનો ફાયદો ના ઉઠાવવો જોઇએ, અને એની મજબૂરીને આપણે ના ખરીદવી જોઈએ. જો એ જમીનદાર ઈચ્છત તો એ ખેડૂતની જમીન માત્ર પાંચ લાખ રૂપિયામાં ખરીદી લેત અને એ ઘણું કમાઈ શકતો હતો. પણ એણે એવું ના કર્યું કારણકે જ્યારે પણ તમે કોઇની મજબૂરી ખરીદો છો તો એનાથી તમારા ઘરની સુખ શાંતિ અને તમારી જિંદગી પણ સાવ ખતમ થઇ જાય છે.

અને આના પરથી આપણને બીજો બોધ એવો પણ મળે છે કે આપણે જીવનમાં ગમે તેટલી સારી કમાણી કરતા હોઈએ પણ બચત પણ એટલી જ જરૂરી છે, કારણ કે ભવિષ્યમાં કયા અચાનક ખર્ચા આવવાના છે એના વિષે આપણને ખબર હોતી નથી. માટે જો એ સમયે બચત કરેલી હોય તો એ કામ લાગે છે.

દોસ્તો તો આ વાત દરેકે જિંદગી આખી યાદ રાખવી અને તમારા મિત્રો તેમજ સગા-સબંધીઓ સાથે પણ આ વાત શેર કરજો.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top