લોકડાઉનમાં આર્થિક સમસ્યાનું નિવારણ કરવા આ 5 બાબતોનું ધ્યાન રાખો | SBIના ગ્રાહકો માટે ખાસ: ધ્યાન રાખજો નહિતર ફસાઈ જશો

COUPONCP
0

આપણે જાણીએ છીએ કે, કોરોના વાયરસ અને એના પરિણામે લોકડાઉનની અસર વ્યક્તિના શરીર કરતાં મન પર અને મન કરતાં ખિસ્સા પર વધારે થઈ રહી છે. આ સમયગાળામાં લોકોને સૌથી મોટી ચિંતા આવકમાં થઈ રહેલો ઘટાડો છે. 


એક તરફ, આવકમાં ઘટાડો થઈ રહ્યો છે, તો બીજી તરફ, વિવિધ પ્રકારનાં ખર્ચ જળવાઈ રહ્યાં છે. આ સંજોગોમાં કોઈ ઇમરજન્સી ઊભી થાય, તો એનો આર્થિક રીતે સામનો કરવા આ 5 સલાહ તમને ઉપયોગી થઈ પડશે. 

ઇમરજન્સી ફંડ 

અત્યારે લોકડાઉનને કારણે મોટા ભાગનાં લોકો ઘરમાં છે અને બિનજરૂરી બહાર જવાનું ટાળી રહ્યાં છે. આ સ્થિતિસંજોગોમાં અચાનક વધારે રૂપિયાની જરૂર પડે તો ઇમરજન્સી ફંડ તમને ઉપયોગી થઈ શકે છે. ઓછામાં ઓછા છ મહિનાનું ઇમરજન્સી ફંડ જરૂર બનાવો. એનાથી એકાએક નોકરી ગુમાવવાથી કે અન્ય કોઈ કટોકટીનો સામનો કરી શકાશે. 

ઋણ લેવાનું ટાળો 

કહેવાય છે કે, તમે જેટલી જરૂરિયાત વધારશો એટલી વધશે. કરકસર કરવાથી અને બિનજરૂરી ખર્ચ ટાળવાથી વ્યક્તિ બહુ મોટી સમસ્યા ઊભી કરવાનું ટાળી શકે છે. હાલના સ્થિતિસંજોગોમાં ગમે એટલી જરૂર કેમ ન હોય ઋણ લેવાનું ટાળો, કારણ કે ઋણ ઉતારવાનું બોજ હંમેશા રહે છે. વળી અત્યારે આવક વધે એવા સ્થિતિસંજોગો નથી એટલે ઋણની ભરપાઈ કરવામાં મુશ્કેલી પડી શકે છે. જો તમે અગાઉથી કોઈ ઋણ ધરાવતા હોય, તો એની નિયમિત ચુકવણી કરવાનું જાળવી રાખો. ક્રેડિટ કાર્ડને બદલે તમામ પેમેન્ટ ડેબિટ કાર્ડથી કરવાનું રાખો.

તમારી કુશળતા વધારો 

લોકડાઉનમાં કામ કરતા કરતા કુશળતા વધારવાની રીતો શોધો. અત્યારે ઇન્ટરનેટ પર ઘણા ઓનલાઇન કોર્સ ચાલુ છે. પોતાના સીવી સાથે પૂરક બને એવો કોઈ કોર્સ કરી શકાય. લોકડાઉન પૂર્ણ થયા પછી તમને આ વધારાની કુશળતા ઉપયોગી બની શકે છે. 

બિનજરૂરી ખર્ચાઓ ઘટાડો 

તમારા ફાલતુ ખર્ચાઓ પર શક્ય હોય એટલું નિયંત્રણ કરો. અગાઉથી બજેટ બનાવો. નોકરી ઉપરાંત વૈકલ્પિક આવકના સાધનો શોધો અને બજારમાં નવી તકો પર નજર રાખો. 

સમજ્યા-વિચાર્યા વિના રોકાણ ન કરો 

અત્યારે રોકાણ કરવાની બાબતે અતિશય કાળજી રાખવાની જરૂર છે. હાલ બજારમાં મોટા પાયે વધઘટ થઈ રહી છે. આ સ્થિતિસંજોગોમાં રોકાણ ન કરો. વળી એજન્ટો તરફથી લલચામણી ઓફરોથી સાવધાની રાખો.

SBIના ગ્રાહકો માટે ખાસ

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ માર્ચ તા.૨૭ અને પછી ગત સપ્તાહે એમ બે વખત ત્રણ ત્રણ મહિના માટે લોન લેનાર ગ્રાહકોને હપ્તો ભરવામાં અને હપ્તાનું વ્યાજ ભરવામાં કોરોના વાયરસ, લોકડાઉનની તકલીફોના કારણે રાહત આપવાની જાહેરાત કરી હતી. 

આ જાહેરાતનો મતલબ એમ નથી કે ગ્રાહકો પાસેથી લોનની વસુલાત થશે નહી. ગ્રાહકોએ ઓગસ્ટ પછી બાકીના સાત મહિનામાં આ બાકી રહેલી લોન ઉપર હપ્તો અને વ્યાજ તેમજ એ પછી રાબેતા મુજબના હપ્તા તો ભરવાના જ રહે છે. એટલે જે વ્યક્તિને નાણા ભીડ હોય નહી, રોકડ પ્રવાહ ચાલુ હોય તેમણે આ છ મહિનાની લોન મોરેટોરિયમ સ્કીમનો લાભ લેવો જોઈએ નહી. દેશની સૌથી મોટી બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ગ્રાહકો માટે બુધવારે એક ખાસ જાહેરાત કરી છે. 

આમ તો દરેક ગ્રાહકોને મોબાઈલ ઉપર SMS મોકલી જાણ કરવામાં આવી છે પણ આ સ્કીમ અંગે સમજણ કેળવવી જરૂરી છે જેથી ગ્રાહક કોઈ તકલીફમાં ફસાય નહી. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ૮૫ લાખ જેટલા લોન ધારકોને બેકે આપોઆપ આ વધારાના ત્રણ મહિના લોનના હપ્તા અને વ્યાજ ઉપર મોરેટોરિયમ સ્કીમનો લાભ લેવાની જાહેરાત કરવામાં આવી છે. 

આ માટે ગ્રાહકોએ કોઈ અરજી કરવાની જરૂર નથી. બેન્કે જણાવ્યું છે કે જે લોકો આ સ્કીમનો લાભ લેવા માંગતા હોય તેમણે હા એવો જવાબ એસબીઆઈના SMSમાં આપવાનો છે. જેમને સ્કીમનો લાભ લેવાનો નથી તેમણે ના પાડવાની છે. ગ્રાહકોનો જવાબ હા આવશે તો ઓટોમેટીક ત્રણ મહિના સુધી તેમના હપ્તાના ચેક કે ઇસીએસ કે અન્ય વ્યવસ્થા બંધ થઇ જશે, જે ગ્રાહકો જવાબ ના આપશે તેમની આ સવલત ચાલુ રહેશે અને ગ્રાહકોના ખાતામાંથી હપ્તો વસુલવામાં આવશે.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top