લોકડાઉનમાં આ ખાનગી બેન્કે બચત ખાતા પરના વ્યાજદર ઘટાડયા | કેટલુ મળશે વ્યાજ , વીડિયો KYC થી ખુલશે એકાઉન્ટ

COUPONCP
0
કોરોના વાયરસના પ્રકોપને રોકવા માટે જાહેર કરવામાં આવેલ લોકડાઉનની વચ્ચે પ્રાઈવેટ સેક્ટરની મોટી બેન્ક કોટક મહિન્દ્રા બેન્કે પોતાના ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. કોટક મહિન્દ્રા બેન્ક બચત ખાતા પર 0.50% સુધીનો ઘટાડો કર્યો છે. 


બચત ખાતા પર વ્યાજ દર ઘડીને 3.50 ટકા વર્ષની થઈ ગઈ છે. નવા દર આજ એટલે કે, 25 મે 2020થી લાગુ થઈ ગઈ છે. હવે 1 લાખ રૂપિયા સુધીનુ બેલેન્સ પર 3.50 ટકા વ્યાજ મળશે. ત્યાંજ 1 લાખ રૂપિયાથી વધારે બેલેન્સ પર 4 ટકા વ્યાજ મળતુ રહેશે. સીનિયર અને નોન-સીનિયર ગ્રાહકો માટે વ્યાજદર સમાન રહેશે. 

કેટલુ મળશે વ્યાજ

 હવે 1 લાખ રૂપિયા સુધીના બેલેન્સ પર 3.50 ટકા વ્યાજ મળશે. તો બીજી તરફ 1 લાખ રૂપિયાથી વધારેના બેલેન્સ પર 4 ટકા વ્યાજ મળતુ રહેશે. તે સિવાય બેઝિક સેવિંગ્સ બેન્ક ડિપોઝિટિ એકાઉન્ટ/સ્મોલ એકાઉન્ટ હોલ્ડર્સને સમાન વ્યાજ મળશે. નોનો-રેજિડેન્ટ (NRE/NRO) સીનિયર અને નોન-સીનિયર ગ્રાહકો માટે દર ટકા રહેશે. 


ચોથા ત્રિમાસિકમાં બેન્કનો પ્રોફિટ ટકા ઘટ્યો કોટક મહિન્દ્રા બેન્કે મેના રોજ ચોથી ત્રિમાસિકના પરિણામ જાહેર કર્યા છે. માર્ચ 2020 ના રોજ સમાપ્ત થયેલી ત્રિમાસિકમાં બેન્કનુ સ્ટેંડઅલોન પ્રોફિટ 10 ટકા ઘટીને 1,26606 કરોડ રૂપિયા રહ્યો છે. કોવિડ-19 (Covid-19) સંબંધિત પ્રવિડઝન્સમાં ઉછાળ આવ્યાથી પ્રોફિટમાં ઘટાડો થયો છે. છેલ્લા વર્ષે સામાન ત્રિમાસિતમાં બેન્કનો પ્રોફિટ 1,407.80 કરોડ રૂપિયા રહ્યો હતો. 

વીડિયો KYC થી ખુલશે એકાઉન્ટ 

કોટક મહિન્દ્રા બેન્ક વીડિયો બેસ્ડ KYC (Video Based KYC) નો સહારો લઈ રહ્યો છે. જેથી કોઈપણ જગ્યા પરથી ગ્રાહકોને એકાઉન્ટ ખોલવામાં સરળતા થઈ શકે. વીડિયો કોન્ફ્રેસિંગ KYC સિસ્ટમ હેઠળ કોટક મહિન્દ્રા બેન્કમાં ‘Kotak811 savings account’ ખોલવા માટે ગ્રાહકોને આધાર અને પાન કાર્ડ આપવુ પડશે. આ સુવિધા માત્ર સેવિંગ્સ એકાઉન્ટ માટે પાયલટ બેસિસ પર થઈ શકશે. તે માટે સૌપ્રથમ પહેલા ગ્રાહકોને બેન્કની સત્તાવાર વેબસાઈટ પર જઈને નવુ એકાઉન્ટ ખોલવા માટે રિક્વેસ્ટ નાખવી પડશે. ત્યારબાદ બેન્કના સત્તાવાર ગ્રાહકની સાથે વીડિયો કોલ પર KYC પ્રક્રિયાને પૂરી કરવી પડશે. બેન્કે જણાવ્યુ કે, આ પૂર્ણ વીડિયોને સેવ કરવામાં આવશે.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top