વર્ષ 2020-21 માટે જીરાની નિકાસ 30% ઘટવાની આશંકા | ખરીફ પાકોના ટેકાના ભાવ 2થી 13% વધશે, સરકારી સમિતિએ કરી ભલામણ

COUPONCP
0

કોરોના વાયરસની મહામારીથી ચાલુ નાણાં વર્ષ 2020-21માં જીરાની નિકાસ 30 ટકા ઘટવાની આશંકા છે. કોરોના વાયરસના લીધે સમગ્ર દુનિયાનો વેપાર અસ્ત-વ્યસ્ત થઇ ગયો છે જેનાથી જીરું પણ બચી શક્યુ નથી. નિકાસકારોનું કહેવુ છે કે વર્ષ 2020-21 (એપ્રિલ-માર્ચ)માં જીરાની નિકાસ 1.30 લાખ ટન જેટલી રહી શકે છે જે વર્ષ 2019-20ની તુલનામાં 30 ટકા ઓછી છે. સીરિયા તેમજ તુર્કીમાં ઓછા ઉત્પાદનના લીધે વિતેલા બે વર્ષથી ભારતીય જીરાની માંગ દુનિયામાં સારા પ્રમાણમાં રહી છે. 

કોરોનાને લીધે નિકાસને ફટકો  

મસાલા બોર્ડના મતે ભારતમાંથી એપ્રિલ 2019થી ડિસેમ્બર 2019 દરમિયાન 1.67 લાખટન જીરાની નિકાસ થઇ જે વર્ષ પૂર્વેના સમાન સમયગાળાની તુલનાએ 27 ટકા વધારે છે. પરંતુ કોવિડ-19ના લીધે નવા પાકની સિઝનમાં નિકાસને મોટો ફટકો લાગ્યો છે. નવા પાકના આગમનની સાથે માર્ચ-મે મહિનો જીરાની માંગ માટે મુખ્ય સમય હોય છે પરંતુ ચાલુ વર્ષે આ બે મહિના કોરોનાની મહામારીને લીધે ખરાબ ગયા અને તેનાથી જીરાના વેપારીઓ ઘણા નિરાશ છે. લોકડાઉન ખુલ્યા બાદ પણ આ માંગના નુકસાનની ભરપાઇ થઇ શકશે નહીં. નોંધનિય છે કે ભારતીય જીરાના સૌથી મોટા ગ્રાહક ચીન, વિયેતનામ, બાંગ્લાદેશ, અમેરિકા, ઇજિપ્ત, પાકિસ્તાન, સાઉદી અરબ, શ્રીલંકા, નેપાળ, બ્રાઝિલ, મલેશિયા અને પેરુ વગેરે છે.   

માંગમાં વધારો થવાની સંભાવના ઓછી 

તુર્કી તેમજ સીરિયામાં વિતેલા બે વર્ષથી જીરાનું ઉત્પાદન ઓછુ રહ્યુ છે જેનો લાભ ભારતીય જીરાને મળ્યો હતો. પરંતુ ચાલુ વર્ષે આ બંને દેશોમાં જીરાનું ઉત્પાદન સારું હોવાનુ જણાવાય છે જેનાથી વૈશ્વિક બજારમાં ચાલુ વર્ષે ભારતીય જીરાને મોટો ફાયદો થશે નહીં. વર્ષ 2020-21માં સીરિયામાં જીરાનું ઉત્પાદન 30 હજાર ટન થવાની સંભાવના છે જે ગત સિઝનમમાં 17-18 હજાર ટન હતું. જ્યારે તુર્કીમાં ચાલુ વર્ષે 12-15 હજાર ટન ઉત્પાદન થવાની ધારણ છે જે ગત વર્ષે 5-7 હજાર ટન હતું. વેપારીઓનું કહેવુ છે કે જીરામાં માંગ પહેલાથી ઘણી નબળી છે. માંગમાં વધારો થવાની સંભાવના ઓછી છે તેમજ વર્તમાનમાં પાકિસ્તાન, ઇજિપ્ત અને બાંગ્લાદેશની છુટી-છવાયેલી માંગ છે. ચાલુ વર્ષ દેશમાં જીરાનું ઉત્પાદન વધારે થવુ, જૂનો માલ ઓછો હોવો તેમજ નબળી માંગથી વેપારીઓ નિરાશ છે.     

5,35,500 ટન ઉત્પાદનનો અંદાજ  

ફેડરેશન ઓફ ઇન્ડિયન સ્પાઇસ સ્ટેકહોલ્ડર્સના મતે દેશમાંથી વર્ષ 2019-20માં જીરાનું ઉત્પાદન 535500 ટન થવાનો અંદાજ છે. આ ઉત્પાદન ગત રવી સિઝન 2018-19માં 416600 ટન હતું. આવી રીતે જીરાનાં ઉત્પાદનમાં 29 ટકાનો વધારો થયો છે. ફેડરેશનના મતે દેશમાં વર્ષ 2019-20માં જીરાના કુલ વાવેતરમાં 25 ટકાનો વધારો થયો છે. ગુજરાતમાં વાવેતર 40 ટકા જ્યારે રાજસ્થાનમાં 16 ટકા વધ્યુ છે. જ્યારે જીરાની કુલ ઉત્પાદકતામાં 3 ટકાનો વધારો થવાનો અંદાજ છે. વેપારીઓનું કહેવુ છે કે 31 મે બાદ લોકડાઉન સંપૂર્ણપણે સમાપ્ત થઇ જાય તો પણ જીરામાં માંગ જોરદાર રહેશે નહીં કારણ કે તે જ સમયે દક્ષિણ પશ્ચિમ ચોમાસાના આગમનનો સમય હશે. 

વરસાદના આગમનથી જીરાના ભાવમાં તેજી આવવાની સંભાવના 

ચોમાસાના સમયે જીરામાં માંગ અત્યંત મંદ રહે છે કારણ કે ચોમાસા દરમિયાન તેમા ભેજ વધી જાય છે. વેપારીઓંનું કહેવુ છે કે ચાલુ વર્ષે જીરાના ભાવ વધવાની શક્યતા અત્યંત ઓછી દેખાય છે.  પુરતો જથ્થો, પુરવઠાનું દબાણ અને સમયસર વરસાદના આગમનથી જીરાના ભાવમાં તેજી આવવાની સંભાવના ઘણી નબળી છે. ઉંઝા જીરું હાજર આગામી દિવસોમાં ગગડીને 11500-12000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઇ શકે છે. હાલમાં તે 13600 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે ઓફર થાય છે.

દર વર્ષની જેમ આ વખતે પણ ખરીફ કૃષિ પાકોના લઘુત્તમ ટેકાના ભાવ 

મિનિમય સપોર્ટ પ્રાઇસ (એમએસપી)માં વધાર કરવાની ભલામણ કરવામાં આવી છે. કમિશન ફોર એગ્રીકલ્ચર કોસ્ટ એન્ડ પ્રાઇસ (સીએસીપી) દ્વારા વર્ષ 2020-21 (જુલાઇ-જૂન)ની માટે ખરીફ કૃષિ પાકોના લઘુત્તમ ટેકાના ભાવ 2થી 13 ટકા સુધી વધારવાની ભલામણ કરી છે. કોરોના વાયરસની મહામારીને લીધે માંગ પર ગંભીર અસર થઇ છે કારણ કે, અર્થવ્યવસ્થાની ગતિ ધીમી પડી ગઇ છે. 

એવામાં ટેકાના ભાવ વધારવાથી ખેડૂતોને રાહત મળશે. ભારતમાં ખરીફ સિઝન દરમિયાન ડાંગરનું સૌથી વધારે વાવેતર અને ઉત્પાદન થાય છે. ખરીફ કૃષિ પાકોના ટેકાના ભાવ વધારવા અંગે આગામી કેન્દ્રીય બેઠકમાં નિર્ણય લેવામાં આવી શકે છે. આ સરકારી પંચે કોમન અને એ-ગ્રેડ ડાંગરની એમએસપી 53 રૂપિયા વધારીને 1868 રૂપિયા અને 1888 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવાની ભલામણ કરી છે. આયોગે સૌથી વધુ એમએસપી નાઇઝર સીડની વધારવા ભલામણ કરી છે. 

નાઇઝર સીડની એમએસપી 755 રૂપિયા વધારીને 6695 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવાની ભલામણ કરાઇ છે. જ્યારે સૌથી ઓછી એમએમસપી મગની 146 રૂપિયા વધારીને 7196 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવાની ભલામણ કરી છે. કઠોળની એમએસપીમાં 146-300 રૂપિયા અને તેલીબિયાની એમએસપીમાં 170-235 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વધારો કરવાની વાત કરી છે. નોંધનિય છે કે સરકાર 22 ખરીપ અને રવિ પાકોનો લઘુત્તમ ટેકાનો ભાવ (એમએસપી) નક્કી કરે છે. 

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top