Breaking News : આગામી ત્રણ મહિનામાં 30 દિવસ બેંકો બંધ રહેશે, જાણો કારણ

COUPONCP
0

કોરોનાના સંકટ સાથે સાથે બેન્કોના કામકાજમાં પણ થયા છે ફરેફાર. સ્ટાફો ઓછો, બદલાયેવો સમય અને કેટલીક બ્રાંચો રેડ ઝોન કે કન્ટેનમેન્ટ ઝોનમાં હોય એ પણ બંધ રહેતી. જો હવે બેન્કો ખુલી ગઇ છે, પરંત કેટલીક શરતો સાથે. એ સાથે જ ફરી બેન્કોની રજાના પર્વ પણ શરૂ થઇ ગયા છે અને આગામી ત્રણ મહિનામાં 30 દિવસ માટે બેન્કો બંધ રહેશે. મતલબ કે 3 મહિના મળીને એક મહિનો બેન્ક કામકાજ નહીં કરે !


જુન, જુલાઇ અને ઓગષ્ટ એમ ત્રણ મહિનામાં 30 દિવસ તો બેન્કોમાં રજા રહેશે. જુન મહિનામાં 7,13, 14, 17, 23, 24 અને 31 એમ બીજો- ચોથો શનિવાર તથા રવિવારની રજા રહેશે. જ્યારે 18મી જુને ગુરૂ હરગોવિંદજી જયંતી હોવાથી કેટલાક રાજ્યોમાં બેન્કમાં રજા રહેશે. એમ જુન મહિનામાં 8 રજા રહેશે. જુલાઇની વાત કરીએ તો 5,11,12,19,25 અને 26 એમ બીજો ચોથો શનિવાર તથા રવિવારની રજા રહેશે.


ઉપરાંત 31 જુલાઇએ બકરી ઇદની રજા રહેશે. મતલબ કે જુલાઇમાં સાત દિવસ બેન્કો બંધ રહેશે.
ઓગષ્ટ તો એમ તો તહેવારોનો રાજા કહેવાય, ત્યારે બીજો અને ચોથો શનિવાર તેમજ રવિવારની રજા બેન્કોને ખરી જ. ઓગષ્ટમાં એ રજા 2,8,9,16,22,23,29 અને 30 એમ 8 દિવસ બેન્કોમાં રજા રહેશે. ઉપરાંત 3 ઓગષ્ટે રક્ષાબંધન છે અને 11 ઓગષ્ટે જન્માષ્ટમી, 15મી ઓગષ્ટે સ્વાતંત્ર્ય દિન, 22 ઓગષ્ટે ગણેશ ચતુર્થીની સ્થાનિક રજા, 30મી ઓગષ્ટે મહોરમ અને 31મીએ ઓણમ નિમિત્તે કેટલાક રાજ્યોમાં રજા રહેશે.

મતલબ કે ઓગષ્ટમાં 13 દિવસ કામકાજ નહીં કરે. આમ ત્રણ મહિનામાં બેન્કાના કામકાજના દિવસો ઘટશે. એ દિવસો દરમ્યાન કામકાજ નહીં થાય એટલે તમારે મહત્વના કાર્યો એ રજા પહેલાં જ પૂરા કરી દેવા પડશે. ત્રણ મહિનામાં લગભગ એક મહિનો બેન્ક રહેશે. હાલમાં જ્યારે કોરોનાના સંકટ બાદ ફરી ઉદ્યોગ ધંધા ફરી ધીમે ધીમે શરૂ થઇ રહ્યા છે, એ દિવસોમાં તમારા પેમેન્ટ માટેના વાયદા ચૂકી ન જવાય એ માટે આ દિવસો ધ્યાનમાં રાખવા જરૂરી છે.

લૉકડાઉન બાદ પૈસાની લેવડદેવડની ચેઇન પણ તુટી છે. બધાએ જ એકબીજા પાસે ઉઘરાણી લેવાની રહે છે અને વ્યાપાર ધંધાને કોરોનાની અસરમાંથી હજુ કળ વળી નથી. પરપ્રાંતિય લોકોનું પલાયન હજુ શરૂ જ છે. એ સંજોગોમાં તેમાંથી કેટલા પાછા ફરશે એની કોઇને ખબર નથી. સાથે સાથે એ લોકો પાસે બાકી નીકળતી લોનો બેન્ક જેવી સંસ્થાઓ માટે માથાનો દુઃખાવો થઇ પડશે. એ જ રીતે ઉદ્યોગ ધંધાઓએ આપેલા ઉછીના તો લેવાના રહેશે જ.

એ વસુલાત તો ઘણા કિસ્સાઓમાં થશે કે કેમ એ સવાલ છે. કામ નહીં મળવાને કારણે સામાન્ય લોકોનું બજેટ ખોરવાઇ ગયું છે, ત્યારે એ બાકી લેણાં પણ અધ્ધર જ છે, એ સંજોગોમાં આ રજાઓ પણ રહેશે. ઓગષ્ટ મહિના સાથે તહેવારોની મોસમ પણ શરૂ થઇ જશે, ત્યારે આ લેણાં- દેણાં ઘણાને માટે માથાનો દુઃખાવો કરી નાંખશે.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top