May 25, 2020
0
આ યોજના હેઠળ મોદી સરકાર દર વર્ષે યોજનામાં નોંધાયેલા ખેડૂતોને 6000 રૂપિયા ત્રણ હપ્તે આપે છે. આ નાણાં ખેડૂતના ખાતામાં સીધા જ જમા થાય છે, તેથી ખેડૂતે કોઇની પાસે પણ હાથ લાંબો કરવો પડતો નથી અને કોઇને નાણાં માટે ભ્રષ્ટાચારને પોષવો પણ પડતો નથી. સીધા જ નાણાં ખેડૂતના ખાતામાં જમા થતા હોવાને કારણે કોઇ વચેટીયો રહેતો નથી. આ સંજોગોમાં દર વર્ષે 6000 રૂપિયા જેવી રકમ નાના ખેડૂતના ખાતામાં જમા થાય એ તેને ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.
આ વર્ષે કોરોનાના સંકટમાં ફરીથી સરકારે વર્ષ 2020-21નો 2000 રૂપિયાનો પહેલો હપ્તો જમા કરાવી દીધો છે. યાદ રહે કે કોરોનાને કારણે ખેડૂતો દિવસો સુધી ખેતી કરી શક્યા ન હતા અને તેને કારણે તેઓને ઘણું નુકશાન થયું હતું. ખેતરમાં જાય તો પણ ખેત ઉત્પાદનને વેચવા માટે કોઇ જ બજાર ન હતા. જાતે ખેડૂતે વેચવા બેસવું પડે એ પણ પહેલા લૉકડાઉનમાં તો શક્ય ન હતું. આ સ્થિતિમાં સામાન્ય ખેડૂત માટે કોરોના તો મોટી મુશ્કેલી લઇને આવ્યો છે.
આ સ્થિતિમાં સરકારે પહેલો હપ્તો 2 હજાર રૂપિયાનો જમા કરાવી દીધો છે, જે ગરીબ ખેડૂતેન સારો સધિયારો આપી શકે એમ છે. તમે આ યોજના હેઠળ નોંધાયેલા ખેડૂત હો તો તમારા ખાતામાં નાણાં જમા થયા કે નહીં તેની તપાસ કરી લેશો. જો તમારા ખાતામાં આ નાણાં જમા નહીં થયા હોય તો તેની પાછળનું એક કારણ એ પણ હોઇ શકે કે રજીસ્ટરમાં તમારું નામ અને આધારકાર્ડમાં નોંધાયેલું તમારું નામ અલગ હશે.
સરકારની આવી તો અનેક યોજનાઓ પ્રજા માટે લાભકારી છે. એ યોજનાઓ હેઠળ રોકડ આર્થિક સહાય પણ કરવામાં આવે છે, તેને કારણે ગરીબ વર્ગના ઘણા લોકોને આર્થિક ટેકો સાંપડે છે. કોરોનાના સંકટમાં આ પહેલો હપ્તો જમા થવાને કારણે લોકોને પણ ઘણી રાહત થઇ છે. ગ્રામીણ ઇકોનોમીને પણ ઘણી અસર થઇ છે, ત્યારે આ નાણાંકિય સહાય ખેડૂતોને વરસાદ સાથે શરૂ થનારા નવા પાક માટેની કામગીરીમાં ખૂબ જ ઉપયોગી નીવડી શકે એમ છે. રૂપિયા હજી નથી મળ્યા? આ કારણ હોઈ શકે
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના બીજા ચરણમાં મોદી સરકારે દેશના 3.36 કરોડ ખેડૂતોને પહેલા હપ્તાના 2-2 હજાર રૂપિયા આપી દીધાં છે. જો તમને હજુ સુધી આ સ્કીમના રૂપિયાના ન મળ્યાં હોય તો તમે પહેલાં પોતાના એકાઉન્ટન્ટ અને જિલ્લા કૃષિ અધિકારીનો સંપર્ક સાધો. જો ત્યાં તમારુ કામ ન થાય તો કેન્દ્રીય કૃષિ મંત્રાલય તરફથી જારી હેલ્પલાઇન (PM-Kisan Helpline 155261 કે 1800115526 (Toll Free) પર સંપર્ક કરો.
ત્યાં પણ કામ ન થાય તો મંત્રાલયના અન્ય નંબર (011-23381092) પર વાત કરો. PM કિસાન સન્માન નિધી સ્કીમનો લાભ મેળવવા માટે આ રીતે કરો રજીસ્ટ્રેશન જો તમને અત્યાર સુધી આ સ્કીમનો લાભ ન મળ્યો હોય તો તમે પીએમ કિસાન પોર્ટલ પર જઇને રજીસ્ટ્રેશન કરાવી શકો છો. આ સુવિધા તમામ ખેડૂતો માટે શરૂ કરી દેવામાં આવી છે. તેનો હેતુ તમામ ખેડૂતોને સ્કીમ સાથે જોડવા અને રજીસ્ટર્ડ લોકોને સમય પર લાભ પહોંચાડવાનો છે. બીજા ચરણમાં આધાર વેરિફિકેશન જરૂરી છે. PM કિસાન સન્માન નિધી સ્કીમમાં તમારુ સ્ટેટસ આ રીતે જાણો જો તમે આ સ્કીમનો લાભ લેવા માટે એપ્લીકેશન કરી હોય અને અત્યાર સુધી બેન્ક એકાઉન્ટમાં રૂપિયા જમા ન થયા હોય તો તમે તેનું સ્ટેટસ જાણી શકો છો કે આખરે કયા કારણસર આવુ બન્યું.
પીએમ કિસાન પોર્ટલ પર જઇને કોઇપણ ખેડૂત પોતાનો આધાર,મોબાઇલ અને બેન્ક એકાઉન્ટ નંબર રજીસ્ટર કરાવીને તેના સ્ટેટસની જાણકાલી લઇ શકે છે. PM કિસાન સન્માન નિધી સ્કીમમાં કયા રાજ્યને કેટલો લાભ એક ડિસેમ્બર 2019ના રોજ આ સ્કીમને એક વર્ષ પૂર્ણ થયું હતુ. તે બાદથી જ બીજા ચરણનો પહેલો હપ્તો મોકલવાનું કામ શરૂ થઇ ગયું હતુ. કેન્દ્રીય કૃષિ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યા અનુસાર બીજા ચરણના પહેલા હપ્તામાં સૌથી વધુ 96,19,948 લાભાર્થીઓ યુપીના છે. તેમાં મહારાષ્ટ્રના 25,07,619 લોકોને 2-2 હજાર રૂપિયા મળ્યા છે. રાજસ્થાનના 19,19,762 ખેડૂતોના બેન્ક એકાઉન્ટમાં રૂપિયા મોકલવામાં આવ્યા છે.
આંધ્ર પ્રદેશના 31,35,640 ખેડૂતોને બીજા ચરણના રૂપિયા મોકલવામાં આવ્યા છે. જ્યારે તેલંગાણાના 22,91,010 ખેડૂતોને લાભ મળ્યો છે. બીજેપી સાશિત ગુજરાતમાં 26,26,491, હરિયાણામાં 10,01,515, હિમાચલમાં 5,41,118 અને આસામમાં 9,53,609 ખેડૂતોને 2-2 હજાર રૂપિયા મળ્યા છે. PM કિસાન સન્માન નિધી સ્કીમમાં બીજા ચરણનો પહેલો હપ્તો મેળવવા માટેની શરતો એમપી, એમએલએ, મંત્રી અને મેયરને આ લાભ નહી મળે, ભલે તે ખેડૂત હોય. કેન્દ્ર કે રાજ્ય સરકારમાં અધિકારી તથા 10 હજારથી વધુ પેન્શન મેળવતા ખેડૂતોને લાભ નહી મળે. વ્યવસાયી, ડોક્ટર, એન્જિનિયર, સીએ, વકીલ, આર્કિટેક્ટ, જે ખેતી પણ કરતાં હોય તેને લાભ નહી મળે.
ગત નાણાકીય વર્ષમાં ઇનકમ ટેક્સ ચુકવનાર લાભથી વંચિત રહેશે. જો કે કેન્દ્ર અને રાજ્ય સરકારના મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ/ ફોર્થ ક્લાસ/ ગ્રુપ ડી કર્મચારીઓને લાભ મળશે. PM કિસાન સન્માન નિધી સ્કીમ: સરકારે લૉન્ચ કરી નવી એપ સરકારે ખેડૂતો માટે એક સુનિશ્વિત રોકડ સહાયતા આપતી કેન્દ્રની મહત્વાકાંક્ષી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એટલે કે પીએમ કિસાન સાથે જોડાવું વધુ સરળ બનાવી દીધું છે. પીએમ કિસાન યોજનાની પ્રથમ વર્ષગાંઠ પર વિશેષ મોબાઇલ એપ સોમવારે લૉન્ચ કરવામાં આવી હતી.
કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે આ એપ લૉન્ચ કરતાં કહ્યું કે આ યોજના ખેડૂતોની આવક બમણી કરવાના ટાર્ગેટમાં સહાયક છે. તેના અંતર્ગત વર્ષમાં પ્રત્યેક પાત્ર ખેડૂતને ત્રણ હપ્તામાં વાર્ષિક 6000 રૂપિયા ઉપલબ્ધ કરવવામાં આવે ચે. પીએમ-કિસાન યોજનાની શરૂઆત 24 ફેબ્રુઆરી 2019ના રોજ ઉત્તરપ્રદેશમાં કરવામાં આવી હતી. પશ્વિમ બંગાળ સિવાય તમામ રાજ્યો આ યોજનાને લાગુ કરી રહ્યાં છે. સરકારી આંકડાઓ અનુસાર અત્યાર સુધી 14 કરોડ ખેડૂતોના લક્ષ્યની સરખામણીમાં 9.74 કરોજ ખેડૂતોએ આ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવ્યું છે. સરકારી આંકડાઓ અનુસાર, રાજ્ય સરકારોની તપાસ બાદ 14 કરોડમાંથી અત્યાર સુધી 8.45 કરોડ ખેડૂતોને તેના ભાગની રકમ ચુકવવામાં આવી છે. કેવી રીતે કામ કરશે આ એપ મોબાઇલ એપને લૉન્ચ કરતી વખતે મંત્રીએ કહ્યું કે યોજનાને સરળતાથી વ્યાપક સ્તર સુધી પહોંચાડવા માટે એપ વિકસિત કરવામાં આવી છે.
આ વર્ષ 2022 સુધી ખેડૂતોની આવક બેગણી કરવાના ટાર્ગેટને પ્રાપ્ત કરવામાં મહત્વપૂર્ણ ભુમિકા ભજવી રહી છે. તેમણે કહ્યું કેસ આ મોબાઇલ એપનો ઉપયોગ કરીને કિસાન યોજના અંતર્ગત પોતાની ચુકવણીની સ્થિતિ, આધાર કાર્ડ અનુસાર સાચુ નામ, રજીસ્ટ્રેશન સ્ટેટસ, અને યોજનાની પાત્રતા તથા હેલ્પલાઇન નંબર વગેરેની જાણકારી લઇ શકો છો. પહેલાંથી જ છે પોર્ટલ મોબાઇલ એપને રાષ્ટ્રીય સૂચના વિજ્ઞાન કેન્દ્ર, ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય દ્વારા વિકસિત અને ડિઝાઇન કરવામાં આવી છે. પહેલાથી જ પીએમ-કિસાન યોજના પર એક પોર્ટલ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરવા માટે છે. આ રજીસ્ટ્રેશન ખેડૂતોના ખાતામાં સીધો લાભ ટ્રાન્સફર કરવા માટે એન્ડ-ટુ-એન્ડ ટેક્નોલોજી સમાધાન પૂરુ પાડે છે.
પોર્ટલ પર ખેડૂતોનું પણ એક સ્થાન છે, જ્યાં તે પોતે અથવા સામાન્ય સેવા કેન્દ્રોની મદદથી પોતાની રિકવેસ્ટ ઓનલાઇન રજીસ્ટર કરાવી શકે છે અને પોતાની રિકવેસ્ટનું સ્ટેટસ પણ ચેક કરી શકે છે અથવા તો આધાર વગેરેનું નામ સુધારી શકે છે.
Share to other apps