ભારત બનશે ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગનું હબ. સરકારે રૂ.50,000 કરોડની 3 યોજના લોન્ચ કરી | કચરામાંથી વીજળી બનાવશે NTPCનુ આ સંયુક્ત સાહસ

COUPONCP
0

નવી દિલ્હીઃ દેશમાં ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ મહત્વપૂર્ણ યોજના શરૂ કરવામાં આવી છે. આ ત્રણ સ્કીમ પાછળ કુલ રૂ.50,000 કરોડ ખર્ચવામાં વશે. કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી પ્રધાન રવિશંકર પ્રસાદે આજે મંગળવારે આ સ્કીમ્સનું શુભારંભ કર્યુ છે.


 કેન્દ્ર સરકાર તરફથી જે યોજના શરૂ કરાઇ છે, તેમાં વ્યાપક સ્તરે ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સની માટે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ (PLI), સ્કીમ ફોર પ્રમોશન ઓફ મેન્યુફેક્ચરિંગ ઓફ ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ એન્ડ સેમીકંડક્ટર્સ (SPECS)  અને મોડિફાઇડ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર્સ  (EMC 2.0) સ્કીમ શામેલ છે. આ તમામ સ્કીમને માર્ચમાં કેન્દ્રીય મંત્રીમંડળ તરફથી મંજૂરી મળી ગઇ છે. 

20 લાખ રોજગારીનું સર્જન થવાની અપેક્ષા

20 લાખ રોજગારીનું સર્જન થવાની અપેક્ષા મંત્રાલય દ્વારા અપાયેલા સત્તાવાર નિવેદનમાં જણાવાયુ છ કે, નક્કર મૂડીરોકાણ આવવાની અપેક્ષા છે. આ યોજના મારફતે સરકારે મોબાઇલ ફોન અને તેના વિવિધ કમ્પોનન્ટ્સ કે પાર્ટનો બિઝનેસ વર્ષ 2025 સુધીમાં રૂ.10 લાખ કરોડે પહોંચાડવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. તેનાથી 5 લાખ પ્રત્યક્ષ અને 15 લાખ પરોક્ષ રોજગારી પૈદા થશે. નિવેદન મુજબ પીએલઆઇ સ્કીમ હેઠળ ભારતમાં બનેલા માલસામાનના ઇન્ક્રિમેન્ટલ વચાણ પર 4થી 6 ટકાનુ ઇન્સેન્ટિવ અપાશે અને આધાર વર્ષના આધારે લાયકાત ધરાવતી કંપનીઓ પાંચ વર્ષ સુધી આ યોજનાનો ફાયદો મેળવી શકશે.   

SPECS હેઠળ મૂડીખર્ચના 25% નાણાંકીય પ્રોત્સાહન અપાશે

SPECS હેઠળ મૂડીખર્ચના 25% નાણાંકીય પ્રોત્સાહન અપાશે SPECS સ્કીમ હેઠળ નક્કી કરાયેલા ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરનાર કંપનીઓને તેમના મૂડીખર્ચના 25 ટકા નાણાંકીય પ્રોત્સાહન અપાશે. આ સ્કીમનો લાભ ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ, સેમી કન્ડક્ટર અને ડિસ્પ્લે ફેબ્રિકેશનનું ઉત્પાદન કરનાર એકમોને મળશે. EMC 2.0 હેઠળ કંપનીઓને વૈશ્વિક સ્તરની માળખાંગત સુવિધા ઉપલબ્ધ કરાવાશે. તેમાં ગ્લોબલ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચર્સને આકર્ષવા માટે રેડી બિલ્ડ ફેક્ટી (આરબીએફ) શેડ્સ કે પ્લગ એન્ડ પ્લે જેવી સુવિધા ઉભી કરાશે. 50 હજાર કરોડ રૂપિયા સરકાર ખર્ચશે કેન્દ્રીય મંત્રી આ યોજનાની શરૂઆત કરતા જણાવ્યુ કે સરકાર મોબાઇલ ફોનનું ડોમેસ્ટિક પ્રોડક્શન વર્ષ 2025 સુધી 35-40 ટકા જેટલું વધારવા ઇચ્છે છે. 

તેમણે કહ્યુ કે આ ત્રણેય સ્કીમ ઉપર લગભગ 50 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. નિવેદન મુજબ આ સ્કીમથી ઘરેલુ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન મળશે અને દેશમા મજબૂત ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ્સ તૈયાર થશે. વર્ષ 2014માં ભારતમં માત્ર બે મોબાઇલ યુનિટ હતા અને આજે ભારત દુનિયાનો સૌથી મોટો મોબાઇલ ફોનનું મેન્યુફેક્ચરિંગ કરનાર દેશ બની ગયો છે.

કચરામાંથી વીજળી બનાવશે NTPCનુ આ સંયુક્ત સાહસ

સરકારી વીજ કંપની એનટીપીસીએ કચરામાંથી વીજળી ઉત્પન્ન કરવા માટે પૂર્વ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (EDMC) સાથે સંયુક્ત સાહસ સ્થાપ્યું છે, તેમ કંપનીએ જણાવ્યું હતું. એનટીપીસીએ સ્ટોક એક્સચેન્જોને માહિતી આપી હતી કે, એનટીપીસી લિમિટેડે ઇડીએમસીના સહયોગથી એનટીપીસી ઇડીએમસી વેસ્ટ સોલ્યુશન્સ પ્રાઈવેટ લિમિટેડની રચના કરી છે, જેમાં એનટીપીસી પાસે 74 ટકા અને ઇડીએમસી પાસે 26 ટકા હિસ્સેદારી છે. કંપનીએ કહ્યું કે, સંયુક્ત સાહસ કચરામાંથી વીજળી બનાવશે. જાહેર ક્ષેત્રની કંપની NTPCએ આ રીતે શહેરી કચરામાંથી ઈંધણ બનાવી વીજળી તૈયાર કરા માટે કવાસ, વારાણસી, ઇન્દોર અને મોહાલીની મહાનગર પાલિકાઓ સાથે કરાર કર્યો છે.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top