ખેડૂતો આનંદોઃ ટેકાના ભાવ વધાર્યા | સરકારે 14 ખરિફ કૃષિ પેદાશોના ટેકાના ભાવમાં વધારો કરવાના પ્રસ્તાવને આપી મંજૂરી

COUPONCP
0

નવી દિલ્હીઃ કોરોના વાયરસના કટોકટી કાળમાં કેન્દ્ર સરકારે ઉદ્યોગો અને ખેડૂતોને રાહત આપવા સંખ્યાબંધ પગલાંઓ લીધા છે. 


આજે કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે,સરકારે ખેડૂતો પાસે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારે 14 ખરિફ કૃષિ પેદાશોના ટેકાના ભાવમાં વધારો કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ ખરીફ પાકોમાં ડાંગર, મકાઇ સહિતના પાકો સામેલ છે. 


હવે ખેડૂતોને આ કૃષિ પેદાશોના કુલ ઉત્પાદન ખર્ચ કરતાં 50થી 83 ટકા જેટલો ઉંચો ભાવ પ્રાપ્ત થશે. તે ઉપરાંત ખેતી અને તેની સંલગ્ન કામગીરી માટે 3 લાખ રૂપિયા સુધીની ટુંકા ગાળાની લોનના રિપેમેન્ટની મુદ્દત હવે 31 ઓગસ્ટ સુધી લંબાવી લેવામાં આવી છે. 

4 ટકા જેટલા નીચા વ્યાજદરે લોન મેળવી શકશે

જે લોકો બાકી દેવુ આ  સમયગાળામાં પરત ચૂકવશે તેઓ 4 ટકા જેટલા નીચા વ્યાજદરે લોન મેળવી શકશે. કૃષિ પાક વર્ષ 2020-21 માટે ડાંગરની એમએસપી રૂ.53 વધારીને પ્રતિ ક્વિન્ટલ રૂ. 1868 કરવામાં આવી છે. તો કપાસના મીડિયમ સ્ટેપલની એમએસપી 260 રૂપિયા વધારીને રૂ. 5515 અને લોંગ સ્ટેપલની એમએસપી રૂ.275 વધારીને રૂ. 5825 કરી છે.    

આજે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમા કૃષિ પેદાશોના ટેકાના ભાવ ઉપરાંત એમએસએમઇ માટે આત્મનિર્ભર ભારત યોજનામાં જાહેર કરાયેલી રાહતોને મંજૂરી અપાઇ હોવાની પણ વાત કહી હતી.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top