આ માંગો સાથે આજે ખેડૂતોનું ડિજિટલ આંદોલન, ઉપવાસ કરશે | પાકવિમા ઉપરાંત દેવા માફીને લઇને ખેડૂતોએ સરકાર સામે લડતનું એલાન કર્યુ

COUPONCP
0

કોરોનાની મહામારી વચ્ચે હવે ખેડૂતોએ રાજ્ય સરકાર સામે રણશિંગુ ફુક્યું છે.પાકવિમા ઉપરાંત દેવા માફીને લઇને ખેડૂતોએ સરકાર સામે લડતનું એલાન કર્યુ છે.


ગુજરાતમાં પહેલીવાર ખેડૂતો  ડીજીટલ આંદોલન કરશે. સોશિયલ મિડિયાના માધ્યમથી રાજ્યના ખેડૂતો આંદોલન કરીને પોતાની વાત સરકાર સુધી પહોંચાડવાની કોશિષ કરશે. ખેડૂતો ખેતર-ઘરમાં રહીને એક દિવસીય ઉપવાસ કરી વિરોધ પ્રદર્શિત કરશે.એટલું જ નહીં, ખેડૂતો આગેવાનો પણ ડીજીટલ સભાઓને સંબોધિત કરશે.  ગુજરાતમાં  કોરોનાની મહામારીએ માઝા મૂકી છે ત્યારે ખેડૂતોએ સરકાર સામે લડતનું એલાન કર્યું છે.

લોકડાઉનને લઇને વધુ લોકો એકઠાં થાય નહીં તે માટે ખેડૂતોએ અનોખી રીતે આંદોલન કરવા નક્કી કર્યુ છે. ખેડૂત આગેવાન પાલ આંબલિયાનુ કહેવુ છેકે, હાલમાં ખેડૂતો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે.પાકના પોષણક્ષમ ભાવ મળતા નથી.ખાતર,પાણી,વિજળીનો પ્રશ્ન સતાવી રહ્યો છે.જો ખેડૂતોના પ્રશ્નની વાત કરો તો, સરકાર ખોટા પોલીસ કેસ કરીને હેરાન કરે છે. 

ખેડૂતોની મુખ્ય માંગણી એછેકે,ખેડૂતોના દેવા માફ કરવામાં આવે અને ખેડૂતોને સો ટકા પાક વિમો આપવામાં આવે. આ માંગ સાથે રવિવારે રાજ્યભરના ખેડૂતો ડિજીટલ આંદોલન કરશે. ડીજીટલ આંદોલનના માધ્યમથી ખેડૂતો વોટ્સએપ,ફેસબુક,ઇન્ટાગ્રામ,ટ્વિટર અને અન્ય સોશિયલ સાઇટ્સ પર પોતાની માંગણીના સંદર્ભમાં એક વિડીયો બનાવી અપલોડ કરશે. 

આ ઉપરાંત ગુજરાતના ખેડૂત આગેવાનો ફેસબુક લાઇવ કરીને ડિજીટલ સભાને સંબોધન કરશે.રવિવારે  નિયત સમયે  20થી વધુ ખેડૂત આગેવાનો ફેસબુક થકી ખેડૂતોને સંબોધન કરશે અને ખેડૂતોની સમસ્યાને લગતી ચર્ચા કરશે. આ ડીજીટલ આંદોલનના માધ્યમથી ખેડૂતોનો અવાજ બુલંદ કરવામાં આવશે. ખેડૂત આગેવાનોએ દાવો કર્યો છેકે, ડીજીટલ આંદોલનને  રાજ્યભરના ખેડૂતોે સમર્થન જારી કર્યુ છે. ગુજરાતમાં પહેલીવાર ખેડૂતોએ રાજ્ય સરકાર સામે લડત લડવા સોશિયલ મિડીયાના હથિયારનો ઉપયોગ કર્યો છે અને ડીજીટલ આંદોલનનો સહારો લીધો છે.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top